(PTI Photo/Atul Yadav)

એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર (13 સપ્ટેમ્બર)એ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યાં હતા. સુપ્રીમ કોર્ટના આદેશની સાથે આમ આદમી પાર્ટી (AAP) મુખ્યાલયની બહાર ઉજવણી શરૂ થઈ હતી અને નેતાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન આપ્યાં હતાં.

કેજરીવાલની 21 માર્ચે એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધરપકડ કરી હતી અને તે પછી ઇડીના મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન મળ્યાં હતા, પરંતુ સીબીઆઇએ જેલમાંથી તેમની ધરપકડ કરી હતી. 10 માર્ચ તેમને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન મળ્યા હતા, પરંતુ 2 જૂને જેલ સત્તાવાળા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તેઓ જેલમાં હતા.

સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને કેસની યોગ્યતાઓ પર કોઈ જાહેર ટિપ્પણી ન કરવાનો આદેશ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે ED કેસમાં લાદવામાં આવેલા નિયમો અને શરતો અહીં પણ લાગુ થશે. અગાઉ ઇડી કેસમાં જામીન આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેજરીવાલ તેમની ઓફિસ અથવા દિલ્હી સચિવાલયની મુલાકાત લઈ શકશે નથી અને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી કોઈ સત્તાવાર ફાઇલ પર સહી કરી શકશે નહીં.

જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે કેજરીવાલને રૂ.10 લાખના જામીન બોન્ડ અને એટલી જ રકમની બે જામીન આપવા પર રાહત આપી હતી. જોકે જસ્ટિસ ભુયાને સીબીઆઇ દ્વારા કેજરીવાલની ધરપકડના સમયગાળા અંગે સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે સીબીઆઈએ પાંજરામાં બંધ પોપટ હોવાની માન્યતાને દૂર કરવી જોઈએ અને દર્શાવવું જોઇએ કે તે પાંજરામાં બંધાયેલ પોપટ નથી.

LEAVE A REPLY