ગુજરાત સરકારે વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રૂ.5,000થી 85,000 સુધીની રોકડ સહાયની ગુરુવારે જાહેરાત કરી હતી. તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરથી લોકોની ઘરવખરીથી માંડીને વેપાર-ધંધામાં ભારે નુકસાન થયું હતું અને સરકાર સામે રોષ ફેલાયો હતો.
રાજ્ય સરકારે અલગ-અલગ પેકેજ તૈયાર કર્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતાં વેપારીઓ રોકડ સહાય મળશે. રાહત પેકેજમાં નાના લારીધારકને રૂ. 5,000 સુધીની રોકડ સહાય, જ્યારે પાકી દુકાન ધરાવતાં લોકોને ઉચ્ચક રૂ.85,000 રોકડ સહાય મળશે. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ.20,000 ની રોકડ સહાયનો લાભ મળશે.