પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એટલાન્ટામાં નોર્ફોક સધર્ન કોર્પોરેશનના ચીફ લીગલ ઓફિસર નબનીતા નાગની કંપનીના સીઇઓ સાથે ‘કાર્યસ્થળ પર અયોગ્ય સંબંધ’ માટે હકાલપટ્ટી કરાઈ હતી. બોસ એલન શો સાથે સહમતિથી સંબંધ ધરાવતા હોવાના આરોપોની તપાસ બાદ આ કાર્યવાહી કરાઈ હતી. આ મુદ્દે સીઇઓની પણ હકાલપટ્ટી કરાઈ હતી.

નોર્ફોક સધર્ન કોર્પોરેશને જણાવ્યું હતું કે આ સંબંધો સહમતીના હતાં પરંતુ બંને અધિકારીઓએ સંબંધ બાંધીને કંપનીની નીતિઓ અને નૈતિકતાના કોડનું ઉલ્લંઘન કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સીઇઓ શૉએ કંપનીના મુખ્ય કાનૂની અધિકારી સાથે સહમતિથી સંબંધ બાંધીને કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું હતું.

લિન્ક્ડડીન પ્રોફાઇલમાં જણાવ્યા અનુસાર નબનીતા નાગે પોતાને “સીઝન્ડ લીડર” ગણાવ્યા છે. તેમણે ત્રણ ફોર્ચ્યુન 300 જાહેર કંપની સાથે કામ કર્યું હતું. અગાઉ તેઓ ગોલ્ડમેન સૅક્સમાં કામ કરતાં હતાં. નાગ જનરલ કાઉન્સેલ તરીકે 20220માં નોર્ફોક સધર્નમાં જોડાયા હતા. તેમને 2022માં ચીફ લીગલ ઓફિસર અને 2023માં કોર્પોરેટ બાબતોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરાયાં હતાં.

LEAVE A REPLY