અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસનો 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. તેનાથી બંને શહેરો વચ્ચેના ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં મોટો સુધારો થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલુ છે.
તેનાથી મેટ્રો ટ્રેન સર્વિસ હેઠળ GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા, ઇન્ફોસિટી અને સેક્ટર-1 સુધીન વિસ્તરણ થશે. ભારતના વડા પ્રધાન 16મી સપ્ટેમ્બર 2024ના રોજ મેટ્રોના બીજા તબક્કા હેઠળનની રેલ સેવાને લીલીઝંડી દર્શાવશે. આ તબક્કા હેઠળ 21 કિમીની વિસ્તારમાં મેટ્રો રેલ સેવા ચાલુ થશે.
આ પ્રસંગે મોદી ગાંધીનગરના સેક્ટર-1 (ચ-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે. રસ્તામાં, રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરશે. મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. 16મીના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેમની હાજરી રહેશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરશે.