(PTI Photo)

હિમાચલપ્રદેશની રાજધાની શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદેસર ભાગનું તોડી પાડવાની માગણી સાથે હિન્દુઓનો વિરોધ બુધવારે વધુ ઉગ્ર બન્યો હતો. દેખાવકારોએ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોએ બેરિકેડ તોડ્યા હતો અને પથ્થરમારો કર્યો હતો. આના જવાબમાં પોલીસે તેમને વિખેરવા માટે વોટરકેનના અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.

“જય શ્રી રામ” અને “હિંદુ એકતા ઝિંદાબાદ”ના નારા સાથે સેંકડો દેખાવકારો સબઝી મંડી ધરા ખાતે એકઠા થયા હતાં અને સંજૌલી તરફ કૂચ કરી હતી પ્રતિબંધિત આદેશોની અવગણના કરી હતી. મસ્જિદના ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી હિન્દુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે અને શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો. ભાજપ જ નહીં પણ કોંગ્રેસના ઘણા નેતાઓ પર બહારના રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ વધારવાનું સમર્થન કરી રહી છે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં માલ્યાણામાં દુકાન ચલાવતા 37 વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હુમલો કરનાર યુવકો મુસ્લિમ છે. તે બહારના રાજ્યનો વતની છે અને શિમલામાં નાનો વેપાર-ઘંધો કરે છે. બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઈ જે બાદ મારામારી થઇ હતી. આ પછી મસ્જિદનો વિવાદ વકર્યો હતો.

રાજ્યની કોંગ્રેસની સરકારના પ્રધાન અનિરુદ્વ સિંહે વિધાનસભામાં કહ્યું કે, “આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે. બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે.”

 

 

LEAVE A REPLY