લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન કર્યું હતું. (ANI Photo)

કોંગ્રેસના નેતા, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસમાં ટેક્સાસના ડલ્લાસ ખાતે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો પછી પ્રજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ઝાંખપ લાગી ચૂકી છે અને લોકોના મનમાં ભાજપનો અને વડાપ્રધાન મોદીનો ભય સદંતર દૂર થઈ ગયો છે. રાહુલે ચૂંટણી પછી સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં ભારતના તમામ ધર્મોમાં જેનો ઉલ્લેખ છે તે અભયમુદ્રાનો ઉલ્લેખ પણ આ સંદર્ભમાં કર્યો હતો. અભયમુદ્રા નિડરતાનું પ્રતિક છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીય રાજકારણમાં પ્રેમ, આદર અને નમ્રતા ગાયબ થયા છે. તેમણે આરએસએસની ટીકા કરતાં જણાવ્યું હતું કે RSS માને છે કે ભારત એક આઇડિયા છે. અમે માનીએ છીએ કે ભારતમાં વિચારોની બહુવિધતા છે.

લોકસભામાં વિપક્ષના નેતા બન્યા પછી ભારતીય ડાયસ્પોરા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની જેમ અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ. અમે માનીએ છીએ કે દરેકને સ્વપ્ન જોવાની છૂટ હોવી જોઈએ અને દરેકને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા, ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્પેસ આપવી જોઈએ. આ એક લડાઈ છે. આ લડાઈ ચૂંટણીમાં જોવા મળી હતી, જ્યારે ભારતના લાખો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે ભારતના વડા પ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. હું તમને જે કહી રહ્યો છું કે ભારત ઘણા રાજ્યોનું જોડાણ છે. ભાષાઓનું સન્માન, ધર્મોનું સન્માન, પરંપરાઓનું સન્માન, જાતિનું સન્માન. આ બધું બંધારણમાં છે.

પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની ભૂમિકા ભારતીય રાજકારણમાં પ્રેમ, આદર અને નમ્રતાના મૂલ્યો લાવવાની છે. મને લાગે છે કે આપણી રાજકીય પ્રણાલીઓમાં તથા તમામ પક્ષોમાં જે ખૂટે છે તે પ્રેમ, આદર અને નમ્રતા છે. બધા મનુષ્યોને પ્રેમ કરો. માત્ર એક ધર્મ, એક સમુદાય, એક જાતિ, એક રાજ્ય અથવા એક ભાષા બોલતા લોકો માટે પ્રેમ ન હોવો જોઇએ.

લોકસભાની ચૂંટણીના રિઝલ્ટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે “અમે જોયું કે ચૂંટણીના પરિણામની થોડી જ મિનિટોમાં, ભારતમાં કોઈ પણ ભાજપથી, વડાપ્રધાનથી ડરતું નહોતું. આ મોટી સિદ્ધિઓ છે. આ ભારતના લોકોની મોટી સિદ્ધિઓ છે. આપણે આપણા બંધારણ પરના હુમલાને સ્વીકારવાના નથી. અમે અમારા ધર્મ પર હુમલો સ્વીકારીશું નહીં. અમે અમારા રાજ્યો પર હુમલો સ્વીકારીશું નહીં

LEAVE A REPLY