(ANI Photo)  

હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસટી)ના વડા મોહન ભાગવત ગુરુવારે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ મુશ્કેલ છે. સુરક્ષાની કોઈ ગેરંટી નથી. સ્થાનિકો લોકોમાં તેમની સુરક્ષા અંગે આશંકા છે. જે લોકો ત્યાં ધંધાકીય કે સામાજિક કાર્ય માટે ગયા છે તેમના માટે તો સ્થિતિ વધુ પડકારજનક છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ આરએસએસના સ્વયંસેવકો મક્કમતાથી તૈનાત છે, બંને જૂથોની સેવા કરે છે અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ શંકર દિનકર કાણે (ભૈયાજી તરીકે જાણીતા)ના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. ભૈયાજીના કાર્યને યાદ કરતાં ભાગવતે કહ્યું હતું કે “આપણે આપણા જીવનમાં બને તેટલું સારું કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ એવું નથી કહેતું કે આપણે ચમકવું જોઈએ નહીં કે અલગ તરી આવવું ન જોઇએ. કાર્ય દ્વારા દરેક વ્યક્તિ આદરણીય વ્યક્તિની શકે છે, પરંતુ આપણે એ સ્તરે પહોંચ્યા છીએ કે નહીં તે અન્ય લોકો નક્કી કરશે, આપણે પોતે નહીં. આપણે એવું જાહેર ન કરવું જોઈએ કે આપણે ભગવાન બની ગયા છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે ઘણીવાર ભારતને વૈશ્વિક પડકારોને ઉકેલ લાવતું રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ, પરંતુ આ ફક્ત શંકર દિનકર કાણે  જેવા લોકોની તપશ્ચર્યા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.

LEAVE A REPLY