કેનેડામાં એવી ધારણા વધી રહી છે કે, દેશની કેટલીક આર્થિક સમસ્યાઓ માટે માઇગ્રન્ટ્સ જવાબદાર છે, જેના કારણે ઝેનોફોબિક (વિદેશીઓ વિશે તીવ્ર અણગમો) માન્યતાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ અંગે હિમાયતીઓ અને સમુદાયના સભ્યો જણાવે છે કે, આ મુદ્દાનો પુરાવો લઘુમતીઓ વિરુદ્ધ નોંધાયેલા ધૃણાસ્પદ ગુનાઓમાં થયેલ વધારાથી જોવા મળે છે. ઘણા લાંબા સમયથી એક દેશ જે માઇગ્રન્ટ્સનું સ્વાગત કરવામાં ગૌરવ અનુભવતો હતો, તે કેનેડા હવે તાજેતરના વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ અને વર્કર્સ જેવા હંગામી રહેવાસીઓની સંખ્યામાં થયેલા ઝડપી વધારા અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ વિશે સર્વે જણાવે છે કે, કેટલાક લોકો માને છે કે, કેનેડામાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ વસે છે, અને ઘણા લોકો તેને દેશમાં ઘરની અછત અને જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા વધારા માટે દોષિત માને છે.
આ પરિસ્થિતિ પરથી એવું માનવામાં આવે કે, દેશમાં જસ્ટિન ટ્રુડોની લઘુમતી લિબરલ સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. દેશમાં ઓક્ટોબર 2025 પહેલા ચૂંટણીઓ યોજાશે પરંતુ તાજેતરમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધા પછી ચૂંટણી વહેલા યોજાય તેવી સંભાવના પણ છે.
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના તાજેતરના આંકડા મુજબ, 2019થી 2023 સુધીમાં પોલીસ દ્વારા નોંધાયેલા ધૃણાસ્પદ ગુનાઓની સંખ્યા બમણા કરતાં વધુ છે, 2023માં નોંધાયેલી 44.5 ટકા ઘટનાઓ રંગ અથવા વંશીયતા દ્વારા પ્રેરિત હતી. તિરસ્કારના ગુનાઓમાં હત્યા અને હુમલાથી લઇને તોફાન અને ધૃણાની જાહેરમાં ઉશ્કેરણી સુધીની કોઈપણ બાબતનો સમાવેશ થઈ શકે છે. ઇમિગ્રન્ટ વિરોધી ભાવનામાં ઊભો થયેલો સ્પષ્ટ વધારો કેનેડામાં લાંબા સમયથી જોવા મળી રહેલી એ સર્વ સહમતીની વિરુદ્ધ છે કે દેશ માનવતાવાદી અને આર્થિક આધાર પર નવા આવી રહેલા વિદેશીઓને આવકારે છે.

LEAVE A REPLY