કેનેડાના મિસ્સિસ્સૌગામાં ભારતીય મૂળના 25 વર્ષીય શખ્સની વિવિધ આરોપમાં 4 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસના શકંજામાંથી ફરાર થવાનો પ્રયાસ કરવાનો અને ચોરીની કારમાં તેમના વાહનોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. 3 સપ્ટેમ્બર, સાંજે 6.30 વાગ્યે, પીલ પોલીસને મિસ્સિસ્સૌગામાં ગોરવે ડ્રાઇવ અને ઇટ્યુડ ડ્રાઇવ નજીક વેસ્ટવૂડ મોલના વિસ્તારમાં એક શંકાસ્પદ વાહન વિશે માહિતી મળી હતી. આ અંગે પોલીસને વધુ જાણ કરવામાં આવી હતી કે, ફોર્ડ બ્રોન્કોમાં વ્યક્તિ પાસે ચોરીનો માલ-સામાન અને શસ્ત્રો હોવાની સંભાવના છે.
જ્યારે પોલીસે ટિમ હોર્ટનના ડ્રાઇવ-થ્રુમાં તે વાહનને શોધીને તેને ઘેરી લીધું, ત્યારે રમનપ્રીત સિંઘ તરીકે જાણીતા શખ્સે પોલીસના બે વાહનોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો હતો, તેમાં એક અધિકારીએ કારની બારી પર બંદૂક રાખીને તેને આત્મસમર્પણ કરવા માટે દબાણ કર્યું હતું. પછી જાણવા મળ્યું હતું કે રમણપ્રીત સિંઘ જે કાર ચલાવતો હતો તે પણ ચોરી કરેલી હતી.
અંતે રમણપ્રીત સિંઘની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર વિવિધ ત્રણ આરોપ મુકવામાં આવ્યા હતા. આ ધરપકડ દરમિયાન તેને સામાન્ય ઈજા થઈ હતી.

LEAVE A REPLY