બાંગ્લાદેશમાં આવેલા વિનાશક પૂર અને માનવતાવાદી સંકટનો ભોગ બનેલા લોકોના લાભાર્થે ભંડોળ ઊભુ કરવા યુકેવાસીઓને દાન આપવા અપીલ શરૂ કરાઇ છે.

એક્શન એઇડ બાંગ્લાદેશના કન્ટ્રી ડાયરેક્ટર ફરાહ કબીરે જણાવ્યું હતું કે: “ઘાતક ચક્રવાત અને ચોમાસાની મોસમ વચ્ચે, બાંગ્લાદેશ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં 50 લાખથી વધુ અસરગ્રસ્ત થયા છે, 27 લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 10 લાખ લોકો ખોરાક, સ્વચ્છ પાણીની ઍક્સેસ વિના ફસાયેલા છે. પાણીમાં ડૂબી ગયેલા ગ્રામીણ વિસ્તારોમાં અવરોધિત રસ્તાઓ મહત્વપૂર્ણ બચાવ અને રાહત પ્રયત્નોને અવરોધે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ સહિતના પરિવારો હવે પૂરના આશ્રયસ્થાનોમાં અટવાયેલા છે. પૂરના પાણીને કારણે કોલેરા અને ડેન્ગ્યુ તાવ જેવા જીવલેણ રોગો ઝડપથી ફેલાઈ શકે છે.

એક્શન એઇડ ખોરાક, સલામત અને આરોગ્યપ્રદ માસિક સ્રાવ માટેની કીટ, પીવાનું સ્વચ્છ પાણી અને પાણી શુદ્ધિ કરવાની  ગોળીઓ, ઓરલ રીહાઈડ્રેશન કીટ આપે છે અને આગામી દિવસોમાં અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેતા 7,500 લોકોને દવા પૂરી પાડવાની આશા રાખે છે.

LEAVE A REPLY