લેસ્ટર બાદ હવે બર્મિંગહામમાં દર વર્ષે યોજાતો દિવાળી મેળાનો તહેવાર આ વર્ષે ભંડોળના અભાવે રદ કરવામાં આવ્યો છે.

સોહો રોડ બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ ડિસ્ટ્રિક્ટ (BID) એ જણાવ્યું હતું કે ‘’સંસ્થા આયોજિત સામુદાયીક કાર્યક્રમો અને સેવાઓ સાથે આગળ વધવામાં અસમર્થ છે. BID હજારો રહેવાસીઓ, મુલાકાતીઓ અને બિઝનેસીસની માફી માંગે છે. એક દાયકાથી, બર્મિંગહામ દિવાળી મેળો એ વિસ્તારમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિનો આધાર રહ્યો છે. અમે ઉત્સવની પુનઃસ્થાપના માટે સમર્થન આપવા અને ભંડોળના “સમસ્યા”ને ઉકેલવા માટે લોકોને અપીલ કરીએ છીએ.”

બર્મિંગહામમાં સોહો રોડ અને હોલીહેડ રોડ જેવા રસ્તાઓને દિવાળી પ્રસંગે લાઇટથી ઝઘમઘતા કરાયે ત્યારે દર વર્ષે હજારો લોકો ભેગા થાય છે.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments