ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેની પત્ની રીવાબા જાડેજા (ANI Photo)
આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય પછી પછી T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ હવે ભાજપમાં જોડાઈને રાજકીય સફર શરૂ કરી છે. આ અંગેની જાહેરાત ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજાએ કરી હતી. રીવાબા હાલમાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય છે.
ગુરુવારે X પર એક પોસ્ટમાં રીવાબા જાડેજાએ ભાજપના સભ્ય તરીકે રવીન્દ્ર જાડેજાના મેમ્બર કાર્ડના ફોટા સાથે તેમના પોતાના ફોટા શેર કર્યા હતાં. આ પોસ્ટમાં બીજેપીની ‘સદસ્યતા અભિયાન’નો ઉલ્લેખ કરાયો હતો. ભાજપે  2 સપ્ટેમ્બરે આ અભિયાન ચાલુ કર્યું છે.
રીવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયાં હતાં અને 2022માં જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. રવિન્દ્ર જાડેજાએ પત્ની માટે પ્રચાર પણ કર્યો હતો. રીવાબાનો ચૂંટણીમાં 50,000થી વધુ મતોની સરસાઈથી વિજય થયો હતો. રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેને તે સમયે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો
 

LEAVE A REPLY