પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરત પાર્કિંગ ફેલિસિટી ઓપરેટર પાસેથી રૂ.10 લાખની લાંચ માંગવા બદલ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી એકની ધરપકડ કરાઈ હતી. આ કોર્પોરેટરોએ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રદ ન થાય તે માટે લાંચ માંગી હોવાનો તેમના પર આરોપ છે.

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદી સાથેની તેમની મોબાઇલ ફોન પર વાતચીત દરમિયાન પૈસા માટે “દસ્તાવેજ” જેવા કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામેનો કેસ ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ સહિતના પુરાવા પર આધારિત છે.

ભ્રષ્ટાચાર નિવારણ ધારાની જોગવાઈઓ હેઠળ સોમવારે સુરત મ્યુનિસિપલ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિપુલ સુહાગીયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી. સુરત સિવિક બોડીએ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મલ્ટિ-લેવલ પાર્કિંગ સુવિધા બનાવી છે અને ફરિયાદીને પે એન્ડ પાર્ક સુવિધા ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એમ ACBએ જણાવ્યું હતું. કોર્પોરેશને પાર્કિંગ સુવિધાની બાજુમાં શાકમાર્કેટ માટે જગ્યા નક્કી કરી હતી.આપના બે કોર્પોરેટરોએ વિસ્તારની મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટર પર શાકમાર્કેટ માટેની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ રદ કરવાની અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. આ પછી કોન્ટ્રાક્ટ કેન્સલ ન થાય તે માટે રૂ 11 લાખની લાંચ માગી હતી.

LEAVE A REPLY