(istockphoto.com)

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)નું હેલિકોપ્ટર ગુજરાતમાં પોરબંદરના દરિયાકાંઠે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અરબી સમુદ્રમાં ક્રેશ થતાં ત્રણ ક્રુ સભ્યો ગુમ થયા હતા. આ દુર્ઘટના સોમવારે રાત્રે બની હતી. બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધ ચાલુ છે. કોસ્ટ ગાર્ડે બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ICGના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)માં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુજરાતના પોરબંદર નજીક મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે રાત્રે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરને ઈમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતું અને દરિયામાં ખાબક્યું

LEAVE A REPLY