(PTI Photo/Kamal Singh)

બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની યોજના છે, પરંતુ ફિલ્મને હજુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સર્ટિફિકેટ મળ્યું નથી.

આ અંગે કંગનાએ જણાવ્યું હતું કે મારી ફિલ્મ પર પણ ઇમર્જન્સી લાદવામાં આવી છે. તે ખૂબ જ નિરાશાજનક છે. હું આપણા દેશમાં ખૂબ નિરાશ છું અને સંજોગો ગમે તે હોય… આપણે કેટલું ડરતા રહીશું? ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહેલી રનૌતે કહ્યું હતું કે જો અનકટ વર્ઝન સાથે ફિલ્મને મંજૂરી નહીં મળે તો તે કોર્ટમાં જશે.

શીખ સંગઠને પણ મધ્યપ્રદેશ હાઇકોર્ટ આ ફિલ્મની રીલિઝ અટકાવવા માટે અરજી કરી છે. શિરોમણી અકાલી દળ (એસએડી)એ શુક્રવારે સીબીએફસીને કાનૂની નોટિસ મોકલીને રનૌતની ફિલ્મની રજૂઆતને રોકવાની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે તે કોમી તણાવ ઉશ્કેરે છે અને ખોટી માહિતી ફેલાવી શકે છે. ફિલ્મના ટ્રેલરમાં ખોટા ઐતિહાસિક તથ્યો દર્શાવવામાં આવ્યો છે, જે શીખ સમુદાયને ખોટી રીતે રજૂ કરે છે. કંગનાને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાના રીપોર્ટ છે.

 

LEAVE A REPLY