(ANI Photo)
તાજેતરમાં પેરિસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં 50 કિલોગ્રામની ફાઈનલ મેચમાં અયોગ્ય જાહેર કરાયેલા જાણીતી કુસ્તીબાજ વિનેશ ફોગાટ શનિવારે પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતો સાથે જોડાઈ હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેમના પ્રશ્નોના નિરાકરણને ખેડૂતોએ ફોગાટનું સન્માન પણ કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટ હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ઉમેદવાર બને તેવી અટકળો ચાલે છે.
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ ‘દિલ્હી ચલો’ આંદોલનના 200 દિવસ પૂરા થવા પર ‘કિસાન મહાપંચાયત’ યોજી હતી.પંજાબના ખેડૂતો પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર 13 ફેબ્રુઆરીથી આંદોલન કરી રહ્યાં છે.
ફોગાટે જણાવ્યું હતું કે હું તમને કહેવા માંગુ છું કે તમારી પુત્રી તમારી સાથે છે. હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી અંગેના એક પ્રશ્નના જવાબમાં ફોગાટે જણાવ્યું હતું કે હું રાજકારણ વિશે જાણતી નથી. જો હરિયાણાના ખેડૂતો આંદોલન ચાલુ કરશે તો તેઓ ટેકો આપશે કે નહીં તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે શા માટે નહીં.

LEAVE A REPLY