પ્રતિકાત્મક તસવીર (istockphoto)

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ભારતીય ચૂંટણી પંચે શનિવારે ફેરફાર કર્યો હતો. ચૂંટણીની તારીખની આજુબાજુના દિવસે રજાઓ આવતી હોવાથી હવે રાજ્યની 90 બેઠકો માટે હવે 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ 8 ઓક્ટોબરે આવશે.  ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 8 ઓક્ટોબરે જાહેર કરવાની જાહેરાત કરી હતી. અગાઉ બંને રાજ્યોના પરિણામ 4 ઓક્ટોબરે આવવાના હતાં.

રાજસ્થાનની અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણીની તારીખ બદલવાની માગણી કરી હોવાથી ચૂંટણીપંચે આ નિર્ણય કર્યો હતો.

અગાઉ રાજ્યમાં સત્તાધારી ભાજપે પણ ચૂંટણીની તારીખ બદલવાની માગણી કરતાં જણાવ્યું હતું કે રજાઓને કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે. પહેલી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી પહેલા શનિવાર અને રવિવાર આવે છે અને ચૂંટણીની તારીખ પછી બે ઓક્ટોબરે ગાંધી જયંતી અને 3 ઓક્ટોબરે મહારાજા અગ્રેસેન જયંતિની રજા રજાઓ આવે છે. તેનાથી મતદાનની ટકાવારીને ફટકો પડી છે, કારણ કે લોકો સામાન્ય રીતે રજાઓનો લાભ લઇને વેક્શન ટુર પર જતાં હોય છે.

 

LEAVE A REPLY