ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધીને શુક્રવાર 30 ઓગસ્ટે વાવાઝોડામાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાઠે ભારે પવન સાથે મૂળશધાર વરસાદની આગાહી કરી છે. કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાની શક્યતા છે.
હાલમાં ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને વડોદરા સહિતના વિસ્તારો ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યાં છે ત્યારે આ નવી આપત્તિ આવી રહી છે.
આ વાવાઝોડું વધુ તીવ્ર બનશે તો તેનો પાકિસ્તાન “ આસના” નામ આપશે. ડીપ ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં વાવાઝોડા બની જશે અને આગામી 12 કલાકમાં તીવ્ર બની શકે છે.
ગુરુવારે ડીપ ડિપ્રેશન સાથે ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં માંડવીમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 287 મિમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ મુન્દ્રા (188 મિમી)માં નોંધાયો હતો. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક ખંભાળિયામાં રવિવારથી ગુરુવાર સુધીમાં 944 મીમી વરસાદ નોંધાયો હતો.