પૂરગ્રસ્ત વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા દ્વારા ફૂડ પેકેટ્સનું વિતરણ

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સૂચનાથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ સ્વયંસેવકો ત્રણ દિવસથી વધુ સમય માટે પૂરગ્રસ્ત વડોદરામાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટસ વિતરણ કરીને સહાય કરી હતી, એમ સંસ્થાએ 28 ઓક્ટોબરે આ પ્રેસ નોટમાં જણાવ્યું હતું.

વડોદરાના સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા જેવા અનેક વિસ્તારો માટે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફુડ પેકેટસ રૂપે અને આશરે 10,000થી વધારે પૂરઅસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ હતી અને જરૂરિયાતમંદને તેનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સેવ અને બુંદીના પેકેટસનું પણ સમગ્ર વડોદરામાં વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY