ANI
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વડા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જય શાહ પહેલી ડિસેમ્બર, 2024થી ICC અધ્યક્ષનું પદ સંભાળશે. આ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી અને એકમાત્ર જય શાહે ઉમેદવારી કરી હતી. 35 વર્ષની ઉંમરે જય શાહ ICCના ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બનશે
આઈસીસીના પ્રમુખ પદ માટે ચૂંટાયા બાદ જય શાહે ક્રિકેટની વૈશ્વિક પહોંચ અને લોકપ્રિયતાને વધુ વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.  અમે ઘણું શીખ્યા છીએ, પરંતુ આપણે વધુ વિચારવાની જરૂર છે જેથી કરીને વિશ્વભરમાં ક્રિકેટને વધુ પસંદ કરવામાં આવે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ દર્શાવે છે કે ક્રિકેટનો વિકાસ થઈ રહ્યો છે. હું માનું છું કે તે રમતને અભૂતપૂર્વ રીતે આગળ વધારશે.
અગાઉ વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલે વીડિયો કોન્ફરન્સમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેયર્ડ સહિત આઈસીસીના ડાયરેક્ટર્સને જણાવ્યું હતું કે ત્રીજી મુદત માટે આ પદની સ્પર્ધામાં ઉતરવા ઈચ્છતા નથી. અગાઉ જગમોહન દાલમિયા (1997થી 2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રેસિડન્ટપદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત એન શ્રીનિવાસન (2014 થી 2015) અને શશાંક મનોહર (2015 થી 2020) પણ ચેરમેન હતાં. ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ સત્તાવાર રીતે નવેમ્બરમાં બાર્કલેનું સ્થાન લેશે.

LEAVE A REPLY