અમેરિકામાં ચેપ્ટર 11 હેઠળ નાદારીની અરજી કર્યા માત્ર ત્રણ મહિનામાં જાણીતી સીફૂડ કંપની રેડ લોબસ્ટર વધુ 23 રેસ્ટોરન્ટ બંધ કરશે. કંપની અત્યાર સુધી 27 રાજ્યોમાં 87 સ્થાનો પર તેના સ્ટોર બંધ કર્યા છે. આમ ચાર મહિનામાં તે કુલ 129 રેડ લોબસ્ટર રેસ્ટોરન્ટ બંધ કરશે. કંપની એરિઝોના, અર્કાનસાસ, કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિનેસોટા મિઝોરી, ન્યૂ યોર્ક, નોર્થ કેરોલિના, ઓહાયો, સાઉથ કેરોલિના, વર્જિનિયા સહિતના રાજ્યોમાં તેના સ્ટોર્સ બંધ કરશે.
કંપનીએ ગયા અઠવાડિયે 23 પાનાના નવા કોર્ટ દસ્તાવેજો સબમિટ કર્યો હતાં. ફ્લોરિડાના મિડલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ બેન્કરપ્સી કોર્ટમાં દાખલ કરાયેલા કેસ અનુસાર ઓર્લાન્ડો સ્થિત આ કંપનીએ 23 સ્થળોના રેસ્ટોરન્ટને ભાડાપટ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
2023માં કંપનીએ તેના એન્ડલેસ શ્રિમ્પ પ્રમોશનમાં લગભગ $11 મિલિયન ગુમાવ્યા પછીથી તે નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. કંપનીમાં હિસ્સો ધરાવતા થાઈ યુનિયન ગ્રૂપના સીએફઓ લુડોવિક ગાર્નિયરે ગયા વર્ષે જણાવ્યું હતું કે લોકોએ એન્ડલેસ શ્રિમ્પ પ્રમોશનને અમારી ધારણા કરતા વધુ પસંદ કર્યું હતું, તેથી તેના પરિણામો અપેક્ષાથી વિરુદ્ધ આવ્યાં હતાં.

LEAVE A REPLY