રાજ્યમાં ચોમાસાની ચાલુ સિઝનમાં મંગળવાર, 27 ઓગસ્ટ સુધી વાર્ષિક સરેરાશના આશરે 100 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 879.96 મીમી (આશરે 34.60 ઇંચ) વરસાદ થયો છે, જે ચોમાસાના સમયગાળાના સરેરાશ વરસાદના લગભગ 99.66% છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ વરસાદ થયો હતો. કચ્છમાં 116.79%, દક્ષિણ ગુજરાત 108.20% અને સૌરાષ્ટ્ર 101.52% વરસાદ નોંધાયો હતો. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાત પ્રદેશોએ તેમની મોસમી સરેરાશના અનુક્રમે 98.74% અને 79.99% વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 206 જળાશયોમાં રવિવાર સુધીમાં 3.64 લાખ મિલિયન ક્યુબિક ફૂટ પાણી હતું, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાંથી જળસ્તરમાં વધારાને કારણે 72 જળાશયોને હાઈ એલર્ટ પર અને 22 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતાં. સાત નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. રાજ્યના 59 ડેમ 100 ટકા ભરાઈ ગયા હતા. સરદાર સરોવર ડેટમ તેની કુલ સ્ટોરેજ ક્ષમતાનો 88.74 ટકા ભરાયો હતો