REUTERS/Shannon Stapleton/File Photo

યુરોપિયન ડ્રાઇવરોના વ્યક્તિગત ડેટા યુએસ સર્વર્સ પર ટ્રાન્સફર કરવા બદલ નેધરલેન્ડના સત્તાવાળાએ સોમવારે રાઇડ-હેલિંગ એપ ઉબેરને 290-મિલિયન-યુરો ($324 મિલિયન) દંડ ફટકાર્યો હતો. ડેટા ટ્રાન્સફર યુરોપિયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)નું ગંભીર ઉલ્લંઘન છે. કંપની ડ્રાઇવરની માહિતીને યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી છે.

ડચ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (DPA)ના ચેરમેન એલીડ વુલ્ફસેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે  USમાં ડેટા ટ્રાન્સફરના સંદર્ભમાં ડેટાનું રક્ષણ કરવામાં કંપની GDPRની જરૂરિયાતોને પૂર્ણ કરી શકી નથી, તે ખૂબ જ ગંભીર છે. ઉબેરે ટેક્સી લાઇસન્સ, લોકેશન ડેટા, ફોટા, ચુકવણીની વિગતો, ઓળખ દસ્તાવેજો અને કેટલાક કિસ્સાઓમાં ડ્રાઇવરોના ગુનાહિત અને તબીબી ડેટા સહિતની યુરોપિયન ડ્રાઇવરોની સંવેદનશીલ માહિતી એકત્રિત કરી હતી. બે વર્ષના સમયગાળામાં  ટ્રાન્સફર ટૂલ્સનો ઉપયોગ કર્યા વિના માહિતી ઉબેરના યુએસ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરાઈ હતી.

જોકે ઉબેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. આ ખામીયુક્ત નિર્ણય અને અસાધારણ દંડ સંપૂર્ણપણે ગેરવાજબી છે.

LEAVE A REPLY