ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગયા સપ્તાહે શુક્રવારે (23 ઓગસ્ટ) સ્વિટ્ઝર્લેન્ડમાં લુસાને ડાયમંડ લીગ 2024માં સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો. તેણે છેલ્લા પ્રયાસમાં 89.49 મીટરનો થ્રો કર્યો હતો.
આ સાથે તે લુસાને ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યો હતો. નીરજે ડાયમંડ લીગ મીટિંગ સિરીઝ ટેબલમાં ટૉપ 6માં સ્થાન મેળવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ થ્રો સાથે નીરજે પેરિસ ઓલિમ્પિકમાં પોતાના જ 89.45 મીટરના થ્રોને પાછળ છોડી દીધો હતો. નીરજે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
નીરજ પ્રથમ ચાર થ્રોમાં 85 મીટર સુધી પણ પહોંચી શક્યો ન હતો. તેનો પ્રથમ થ્રો 82.10 મીટર, બીજો થ્રો 83.21 મીટર, ત્રીજો થ્રો 83.31 મીટર, ચોથો થ્રો 82.34 મીટર હતો. તેના પાંચમા થ્રોમાં નીરજે 85.58 મીટર જેવલિન ફેંક્યો હતો. નીરજ તેના છેલ્લા થ્રોમાં 89.49 મીટર સુધી પહોંચ્યો હતો.