થુરામાં કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની પૂર્વસંધ્યાએ કૃષ્ણ જન્મસ્થાન મંદિરનો રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. (ANI Photo)

ભારતમાં સોમવારે, 26 ઓગસ્ટે ધામધૂમથી જન્માષ્ટીની ઉજવણી કરાઈ હતી. જન્માષ્ટમીની ઉજવણી માટે સોમવારે વહેલી સવારથી જ દેશભરમાંથી હજારો ભક્તો મથુરામાં ભગવાન કૃષ્ણ મંદિરોમાં ઉમટી પડ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધીના અનેક રાજકીય નેતાઓએ જન્માષ્ટમીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

નવી દિલ્હીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (બિરલા મંદિર) ખાતેની શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણ અને રાધાના વેશ ધારણ કરીને જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના અને આરતી કરી હતી. અહીંના કૃષ્ણ જન્મભૂમિ મંદિરે સવારે ‘મંગલા આરતી’ યોજાઈ હતી, જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસર ‘જય જય શ્રી રાધેય’ અને ‘જય કન્હૈયા લાલ કી’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.’છઠ્ઠી પૂજન’ માટે ગોકુલના નંદ ભવન મંદિરમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા.

કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં સોમવારે સવારે કેટલાય ભક્તો શ્લોક અને મંત્રોચ્ચાર સાથે સાથે જયઘોષ કર્યા હતા. ‘મંગલા આરતી’ પછી શ્રદ્ધાળુઓને ‘ચરણામૃત’ આપવામાં આવ્યું હતું.

વૃંદાવનમાં રાધા શ્યામ સુંદર મંદિરમાં અવિરત ‘હરિ નામ સંકીર્તન’ સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી જે રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમીની શરૂઆત વાંસળી, શરણાઈ અને મીની ડ્રમના સુરીલા અવાજ સાથે થઈ હતી.મંદિરમાં સવારના અભિષેક સમારોહમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

જન્માષ્ટમીની ઉજવણી માટે હરિયાણા અને પંજાબના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડ્યા હતા અને કડક સુરક્ષા વચ્ચે ભગવાન કૃષ્ણને વંદન કર્યા હતાં.રંગબેરંગી પોશાકમાં બાળકોએ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રદર્શન રજૂ કર્યા હતા, સમગ્ર પ્રદેશના મંદિરોમાં કૃષ્ણ પરના ભજન અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY