File- Reliance Communication Ltd. Chairman Anil Ambani
રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના ફંડના ડાઇવર્ઝનની વિગતવાર તપાસ પછી મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને બીજા 24 એકમો પર સિક્યોરિટી માર્કેટમાં પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ અનિલ અંબાણીને રૂ.25 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા અનિલ અંબાણી માટે સેબીનો નિર્ણય એક મોટા ફટકા સમાન છે. અનિલ અંબાણી પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર બનવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
સેબીના 222 પેજના આદેશમાં જણાવાયું છે કે અંબાણી અને તેમના સહયોગીઓએ ફંડ ડાઇવર્ઝન કર્યું હતું. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરપર્સન તરીકે પોતાના હોદ્દાનો તથા રિલાયન્સ હોમ ફાઇનાન્સ પરના આડકતરા અંકુશનો દુરુપયોગ કરીને કંપનીના ફંડના દુરુપયોગ કર્યો હતો. આ ફંડ અંબાણી સંબંધિત એકમોને લોન તરીકે ટ્રાન્સફર કરાયું હતું.
રિલાયન્સ હોમ ફાઇનાન્સના  અમિત બાપના પર 27 કરોડ રૂપિયા, રવિન્દ્ર સુધલકર પર 26 કરોડ રૂપિયા અને પિંકેશ આર શાહ પર 21 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઇઝિસ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ અને અન્ય કંપનીઓને ભંડોળના ગેરઉપયોગમાં સંડોવણી બદલ 25-25 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુકેશ અંબાણી 1981માં અને અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. ધીરુભાઈ અંબાણીનું નિધન જુલાઈ 2002માં થયું હતું. તેણે પોતાનું વસિયતનામું લખ્યા પછી છોડ્યું નહીં. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન બન્યા અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.
નવેમ્બર 2004માં પહેલીવાર ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેની લડાઈ પ્રકાશમાં આવી હતી. ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન પરિવારમાં ચાલી રહેલા ઝઘડાથી નારાજ હતા, જે બાદ બિઝનેસમાં ભાગલા પડ્યા હતા.

LEAVE A REPLY