લંડન કેપિટલ એન્ડ ફાઇનાન્સ પીએલસીમાં થઇ રહેલી શંકાસ્પદ છેતરપિંડીની પ્રવૃત્તિ માટે ફાયનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)  – રેગ્યુલેટરને ચેતવણી આપવામાં નિષ્ફળ રહેવા બદલ PwCને £15 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલો બનાવ છે જેમાં FCA એ ઓડિટ ફર્મને દંડ ફટકાર્યો છે.

PwCએ કરેલી તપાસમાં LCF ના 2016ના ઓડિટ દરમિયાન નોંધપાત્ર સમસ્યાઓ જણાઇ હતી. LCFમાં એક વરિષ્ઠ વ્યક્તિએ ઓડિટર્સ પ્રત્યે આક્રમક વલણ અપનાવી PwCને અચોક્કસ અને ભ્રામક માહિતી પૂરી પાડી હતી. PwC ને ઓડિટ ખૂબ જ જટિલ લાગ્યું હતુ અને તેને અપેક્ષા કરતા પૂર્ણ થવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. જે જોતાં પીડબલ્યુસીને શંકા ગઇ હતી કે એલસીએફ કપટપૂર્ણ પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે છે. PwC ની ફરજ હતી કે આ અંગે તે શક્ય તેટલી વહેલી તકે FCA ને જાણ કરે, પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા હતા.

જાન્યુઆરી 2019માં LCF એડમિનિસ્ટ્રેશનમાં ગઈ હતી અને હજારો રોકાણકારો ગેરમાર્ગે દોરાયા હતા. સીરીયસ ફ્રોડ ઓફિસ એલસીએફની નિષ્ફળતા અંગે ફોજદારી તપાસ કરી રહી છે.

LEAVE A REPLY