ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બનશે. તેઓ વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનું નવેમ્બરમાં સ્થાન લેશે. બાર્કલેએ વીડિયો કોન્ફરન્સમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેયર્ડ સહિત આઈસીસીના ડાયરેક્ટર્સને જણાવ્યું હતું કે ત્રીજી મુદત માટે આ પદની સ્પર્ધામાં ઉતરવા ઈચ્છતા નથી.
જય શાહને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનું સમર્થન છે અને તેથી આઈસીસીના વડા બનવા માટે તેમની પાસે પુરતું સંખ્યાબળ છે. અગાઉ જગમોહન દાલમિયા (1997થી 2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રેસિડન્ટપદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત એન શ્રીનિવાસન (2014 થી 2015) અને શશાંક મનોહર (2015 થી 2020) પણ ચેરમેન હતાં. ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ સત્તાવાર રીતે નવેમ્બરમાં બાર્કલેનું સ્થાન લેશે. 35 વર્ષની ઉંમરે જય શાહ ICCના ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બનશે.