(ANI Photo/Sansad TV)

ભાજપે રાજ્યસભાની 12 બેઠકો માટે આગામી ત્રણ સપ્ટેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે તેના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. રાજસ્થાનમાંથી કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ અને મધ્યપ્રદેશમાંથી જ્યોર્જ કુરિયનને પક્ષે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત હરિયાણામાંથી કિરણ ચૌધરી, ઓડિશામાંથી મમતા મોહંતા, ત્રિપુરામાંથી રાજીવ ભટ્ટાચાર્ય, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી રાજ્યસભાની ચૂંટણી લડશે.

ત્રણ સપ્ટેમ્બરે રાજ્યસભાની કુલ 12 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના સભ્યો લોકસભામાં ચૂંટાયા હોવાથી આમાંથી દસ બેઠકો ખાલી પડી હતી. તેલંગાણા અને ઓડિશાની બે બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે.આ ચૂંટણી સાથે, એનડીએ ઉપલા ગૃહમાં બહુમતી મેળવવાની આશા રાખે છે.

હાલમાં રાજ્યસભાના કુલ બેઠકો 229 છે. તેમાંથી એનડીએ પાસે 105 સાંસદો છે. સામાન્ય રીતે સરકારની તરફેણમાં મત આપતા છ નોમિનેટેડ સભ્યો સાથે કુલ સંખ્યાબળ 111 થાય છે, જે 115ના બહુમતી આંકથી ચાર સભ્યો ઓછા છે. એનડીએ 12માંથી 11 બેઠકો જીતવાની આશા રાખે છે જે તેની સંખ્યા 122 પર લઈ જશે. ભાજપને 9 બેઠકો અને સાથી પક્ષો  આરએલપીના ઉપેન્દ્ર કુશવાહા અને અજિત પવારની પાર્ટીને એક બેઠક જીતવાની સંભાવના છે.

 

 

LEAVE A REPLY