ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપે 2024 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક RevPAR માં 3 ટકાનો વધારો નોંધાવ્યો હતો, યુએસ બજારોમાં રિકવરીને કારણે બીજા ક્વાર્ટરમાં 3.2 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ADR 2 ટકા વધ્યો હતો અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઓક્યુપન્સીમાં 0.6 ટકાનો વધારો થયો, જેના કારણે કુલ આવકમાં 6 ટકાનો વધારો થયો, જે $16.1 બિલિયન સુધી પહોંચ્યો.

IHG એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં કંપનીનો U.S. RevPAR પોઝિટિવ હતો, જે બીજા ક્વાર્ટરમાં 2.5 ટકા વધ્યો હતો. મે મહિનામાં, IHG એ પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકા માટે RevPAR માં વર્ષ-દર-વર્ષે 0.3 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. US RevPAR માં 1.9 ટકાનો ઘટાડો થયો હતો.

“અમે અમારી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓની ડિલિવરી અને ભાવિ મૂલ્ય નિર્માણને આગળ ધપાવવા માટે સ્પષ્ટ માળખામાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ જે અમે ફેબ્રુઆરીમાં નક્કી કર્યું હતું,” એમ IHGના CEO એલી માલૌફે જણાવ્યું હતું,. “તાજેતરના ક્વાર્ટરમાં RevPAR વૃદ્ધિ ઝડપી થઈ, જે બીજા ક્વાર્ટરમાં મજબૂત યુએસ રિબાઉન્ડ અને અમારા વૈશ્વિક વ્યાપમાં વધારાને પ્રતિબિંબિત કરે છે અને વિકાસની પ્રવૃત્તિ સતત વધી રહી છે તે દર્શાવે છે.  સિસ્ટમ વૃદ્ધિ, નોંધપાત્ર માર્જિન વિસ્તરણ અને બાયબેક દ્વારા વધારાની મૂડી પરત કરવાના લાભ સાથે, સમાયોજિત EPS વૃદ્ધિ 12 ટકા વધી હતી.

જોકે, યુરોપ, મધ્ય પૂર્વ, એશિયા અને આફ્રિકા ક્ષેત્રમાં વૃદ્ધિ ધીમી પડી હતી, જેમાં અર્ધવાર્ષિક ગાળામાં 7.5 , RevPAR ટકા વધ્યો હતો. બીજા ક્વાર્ટરમાં, RevPAR 6.3 ટકા વધ્યો, જે પહેલા ક્વાર્ટરમાં 8.9 ટકા હતો. બૃહદ ચીનમાં, પ્રથમ ક્વાર્ટરમાં 2.5 ટકાના વધારાને પગલે, અર્ધ-વર્ષ માટે RevPAR 2.6 ટકા અને બીજા ક્વાર્ટરમાં 7 ટકા ઘટ્યો હતો.

 

 

 

LEAVE A REPLY