મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)ની યોજાયેલી બેઠકમાં મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કરવા અંગે મતભેદો ઊભી આવ્યા હતાં.

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બેઠકોની ફાળવણી પહેલા મુખ્યપ્રધાનના ચહેરાનો નિર્ણય કરવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. જોકે NCP(SP)ના વડા શરદ પવાર આ મુદ્દે મૌન રહ્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે ઇન્ડિયા બ્લોકના નેતાઓ નિર્ણય કરશે.

શરદ પવારે જણાવ્યું હતું કે ત્રણ ભાગીદારો ડાબેરી સંગઠનો, પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (PWP) અને સમાજવાદી પાર્ટીને યોગ્ય સન્માન આપીને લોકો સમક્ષ એક સંયુક્ત મોરચો રજૂ કરશે. કોંગ્રેસના રાજ્ય એકમના વડા નાના પટોલેએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે ઇન્ડિયા બ્લોકના નેતાઓ નિર્ણય કરશે.

LEAVE A REPLY