રક્ષાબંધન પર્વે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો-માતાઓએ રાખડી બાંધીને રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકાબહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં પ્રધાનમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્ય પ્રધાનને રક્ષાબંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્ય પ્રધાનના કાંડે રાખડી બાંધી હતી. મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય રીટા બહેન પટેલ, મેયર મીરાંબહેન પટેલ તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને રક્ષા કવચ પ્રદાન કર્યું હતું.
મુખ્ય પ્રધાનને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો. આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ્ ભગવદગીતાના શ્લોક લખેલી ૧૪૦ ફૂટની વિશાળ રાખડી મુખ્ય પ્રધાનને અર્પણ કરી હતી.

LEAVE A REPLY