અમેરિકાનાં નોર્થ કેરોલિનામાં મૈનાક પટેલ નામના યુવકની એક સગીરે તેના સ્ટોર્સમાં લૂટના ઇરાદે ગોળી મારીને હત્યા કરી હતી. મૈનાક પટેલ ટોબેકો હાઉસનો માલિક હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ તે સગીર હોવાથી તેનું નામ જાહેર કરાયું નથી. વડોદરાના વતની મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે. તેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૈનાક પટેલ સ્થાનિકોમાં ખૂબ જ જાણીતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેમને ઘટનાની જાણી થઇ ત્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે મૈનાક પટેલને અનેક ગોળીઓ વાગી હતી. તેને તરત જ નજીકના મેડિકલ સેન્ટર ખાતે લઈ ગયા હતા અને તેને ત્યાંથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. પોલીસના જણાવ્યા મુજબ, સિક્યુરિટી વીડિયોમાં હત્યારો શખ્સ સ્ટોર પાર્કિંગમાં દોડતો જોઈ શકાય છે. તેણે બ્લેક શોટ, બ્લેક હૂડી, બ્લેક સ્કી માસ્ક અને વ્હાઈટ નાઇક ટેનિસ શૂઝ પહેર્યા હતા. તેના હાથમાં કાળા રંગની હેન્ડગન જોવા મળી હતી. અત્યારે તો આ હત્યા પાછળ લૂટ સિવાય કોઈ બીજો ઇરાદો જણાતો નથી.

LEAVE A REPLY