વડોદરા શહેરની ફરતે રિંગ રોડ બનાવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂ. 316.78 કરોડની ફાળવણી કરી છે. 75 મીટર પહોળાઈના 66 કિલોમીટર લાંબા રિંગ રોડના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈના 27 કિલોમીટર રિંગ રોડ નિર્માણનું કામ કરાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ(વુડા)ને ભંડોળ ફાળવાશે. વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગ રોડ બનાવવાની જરૂરિયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં કરી હતી, જેને મુખ્ય પ્રધાને મંજૂરી આપી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં 10.70 કિલોમીટર અને પશ્ચિમ વિસ્તારમાં 16.85 કિલોમીટરનું કામ હાથ ધરાશે. જેના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે. તે ઉપરાંત મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-8 પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે. નવા રિંગરોડના કારણે તેની ફરતેના અને નજીકના વિસ્તારોનો પણ વિકાસ થશે.

LEAVE A REPLY