પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. 2008ના મુંબઈમાં ત્રાસવાદી હુમલામાં રાણાની સંડોવણી માટે ભારત દ્વારા તેના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી હતી, જેને યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નાઈન્થ સર્કિટે મંજૂરી કરી હતી. આ મંજૂરી બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત આપવામાં આવી છે. કોર્ટે 15 ઓગસ્ટે આપેલા ચૂકાદામાં જણાવ્યું હતું કે, “ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપે છે.”
રાણા દ્વારા કરવામાં આવેલી અપીલ પર ચૂકાદો આપતા, ન્યાયમૂર્તિઓની પેનલે કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની ફગાવાયેલી હેબિયસ કોર્પસ પીટિશનને મંજૂરી આપી હતી, જેમાં મુંબઇના ત્રાસવાદી હુમલામાં તેની કથિત સંડોવણી માટે ભારતમાં પ્રત્યાર્પણ કરવાની મેજિસ્ટ્રેટ જજની અધિકૃતતાને પડકારવામાં આવી હતી.
પ્રત્યાર્પણ કરવાના હુકમની હેબિયસ સમીક્ષાની મર્યાદા અંતર્ગત પેનલે વિચાર્યું હતું કે રાણાનો કથિત ગુનો અમેરિકા અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે, જેમાં પ્રત્યાર્પણતાના અપવાદના (બેવડા જોખમ)નો સમાવેશ થાય છે.”
સ્ટેટ ડીપાર્ટમેન્ટેના સંધિની સાદી સમજૂતી-લખાણના ટેકનિકલ વિશ્લેષણ અને અન્ય કાયદા પર આધાર રાખીને, પેનલે જણાવ્યું હતું કે “ગુના” શબ્દ અંતર્ગત કૃત્યોને બદલે આરોપિત ગુનાનો સંદર્ભ આપે છે, અને દરેક ગુનાના મુદ્દાના વિશ્લેષણની જરૂરીયાત હોય છે.

LEAVE A REPLY