ભારત સરકારે છ પડોશી દેશો સાથે સ્થાનિક કરન્સીમાં બિઝનેસ કરવાની તૈયારી કરી છે. ભારતના આ પ્રસ્તાવને શ્રીલંકા અને બાંગ્લાદેશે અગાઉથી મંજૂરી આપી છે. સરકારના આ પગલાનો હેતુ બિઝનેસ ખર્ચમાં બચત અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
ભારતનો છેલ્લાં બે વર્ષથી રશિયા સાથે મોટાપાયે વેપાર સ્થાનિક કરન્સી એટલે કે રૂપી-રૂબલમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે, પણ હવે ભારત એક નવી યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં BIMTEC- એટલે કે છ પડોશી દેશો- બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, ઇન્ડિયા, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચેના આંતરિક વેપારમાં સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટી શકે. નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટથી ટ્રેડ ખર્ચમાં 5-6 ટકાની બચત થઈ શકે છે. હકીકતમાં વૈશ્વિક વેપારમાં અંદાજે 40 ટકા નાણાકીય વ્યવહાર હજુ અમેરિકી ડોલર દ્વારા થાય છે. જિયો પોલિટિકલ તણાવ, આર્થિક પ્રતિબંધો, વેપારની અનિયમિતતાના સમયમાં ઘણા દેશો કોઈ એક કરન્સી ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા અને તેઓ ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. આ સ્થિતિમાં ઇન્ડિયન રૂપી ઇન્ટરનેશનલ કરન્સીની ભૂમિકા નિર્ણાયક રીતે નિભાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને મધ્ય-પૂર્વ સહિત 20 દેશોની સાથે ભારતની ઇન્ડિયન રૂપીમાં દ્વિપક્ષી વેપાર માટે સમજૂતી થઇ છે, પણ હવે તેમાં વધુ પડોશી દેશોને પણ જોડવાની તૈયારી છે.

LEAVE A REPLY