કચ્છ એક્સપ્રેસના ટ્રેલર લોન્ચ પ્રસંગે બોલિવૂડ રતન પાઠક શાહ અને માનસી પારેખ

પ્રતિષ્ઠિત 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શુક્રવાર, 16 ઓગસ્ટે જાહેરાત કરાઈ હતી. મલયાલમ ફિલ્મ “અટ્ટમ: ધ પ્લે”ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે સૂરજ આર બડજાત્યાને હિન્દી ફિલ્મ “ઉંચાઈ” માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો છે. ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ” માટે માનસી પારેખ અને તમિલ ફિલ્મ ‘થિરુચિત્રમ્બલમ’ માટે નિત્યા મેનને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જાહેર કરાયો હતો. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન (નિકી જોશી) તથા રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો. આમ કચ્છ એક્સપ્રેસને કુલ ત્રણ એવોર્ડ મળ્યાં હતા.

સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કન્નડ હિટ ફિલ્મ “કાંતારા” માટે રિષભ શેટ્ટીને મળ્યો હતો.’ઉંચાઈ’ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તથા હરિયાણવી ફિલ્મ ‘ફૌજા’ માટે પવન મલ્હોત્રા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો મળ્યો છે.

શર્મિલા ટાગોર અને મનોજ બાજપેયી અભિનીત ‘ગુલમોહર’ હિન્દી ફિલ્મ માટે એવોર્ડ જીત્યો હતો. બાજપેયીનો પણ સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો.

એ આર રહેમાને મણિરત્નમની “પોનીયન સેલવન-પાર્ટ 1” માં તેમના કામ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (બેકગ્રાઉન્ડ મ્યુઝિક) માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. પોનીયન સેલવનને શ્રેષ્ઠ તમિલ ફિલ્મ જાહેર કરાઈ હતી. પ્રીતમને “બ્રહ્માસ્ત્ર-ભાગ 1” માટે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો) નો એવોર્ડ મળ્યો મળ્યો હતો. તમિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વનને સૌથી વધુ 4 એવોર્ડ મળ્યા હતાં. બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પણ 3 એવોર્ડ પોતાને નામ કર્યા કર્યા હતા.

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં  છવાઇ ગઈ હતી. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

 

એવોર્ડ વિજેતા

બેસ્ટ ફીચર ફિલ્મ – અટ્ટમ (મલયાલમ)

શ્રેષ્ઠ અભિનેતા – રિષભ શેટ્ટી, કાંતારા

શ્રેષ્ઠ અભિનેત્રી – માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ), નિત્યા મેનન (તિરુચિત્રાબલમ- તમિળ ફિલ્મ)

શ્રેષ્ઠ દિગ્દર્શક – સૂરજ બડજાત્યા, ઊંચાઈ

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા, ઊંચાઈ

શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન મલ્હોત્રા, ફૌજી

શ્રેષ્ઠ મનોરંજક ફીચર ફિલ્મ – કાંતારા

બેસ્ટ ડેબ્યુ – ફૌજા, પ્રમોદ કુમાર

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – કાર્તિકેય 2

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – પોન્નિયિન સેલવન – ભાગ 1

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – KGF: ચેપ્ટર 2

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ગુલમોહર

શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – KGF: ચેપ્ટર 2

શ્રેષ્ઠ ગીતો – ફૌજા

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – પ્રીતમ (ગીત), એ. આર. રહેમાન (બેકગ્રાઉન્ડ સ્કોર)

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર-  નિકી જોશી, કચ્છ એક્સપ્રેસ

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – પોન્નિયિન સેલવાન, ભાગ- 1

શ્રેષ્ઠ પટકથા – અટ્ટમ

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – પોન્નિયિન સેલવાન, ભાગ-1

શ્રેષ્ઠ પ્લેબેક (મેલ) – બ્રહ્માસ્ત્ર, અરિજિત સિંહ

શ્રેષ્ઠ પ્લેબેક (ફિમેલ)- સાઉદી વેલાક્કા, બોમ્બે જયશ્રી

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી)- કચ્છ એક્સપ્રેસ

શ્રેષ્ઠ વિવેચક – દીપક દુઆ

 

 

LEAVE A REPLY