માનવતાની આવશ્યક પ્રકૃતિ ઘણી રીતે દબાવવામાં આવી છે, તેનો નાશ કરવામાં આવ્યો છે અને આપણા જીવનમાં થોડી વ્યવસ્થિતતા અને વિવેક લાવવા માટે ‘નૈતિકતા’નો વિકલ્પ લાવવામાં આવ્યો છે. અત્યારે, આપણે નૈતિકતા હટાવી લઈએ તો ઘણા લોકો પશુઓની જેમ વર્તતા થઈ જશે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે આપણી માનવતાને સદા માટે જાગૃત અને જીવંત રાખવા કંઈ કર્યું જ નથી. જો તમારી માનવતા જીવંત હોત, તો નૈતિકતાની જરૂર જ ન હોત.
જો તમારી માનવતા પૂર્ણ ક્ષમતાએ છવાયેલી હોત, તો તમને નૈતિકતાની જરૂર હોત ખરી? ના.
નૈતિકતા હંમેશા સમાજે સમાજે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. કંઈક જે એક સમાજમાં સંપૂર્ણ રીતે બરાબર છે તે બીજા સમાજમાં સદંતર ખોટું છે. આથી નૈતિકતા હંમેશા લોકો માટે સગવડિયો મામલો છે. પણ માનવતા સગવડિયો મામલો નથી; તે તમારી આવશ્યક પ્રકૃતિ છે. તે એવી વસ્તુ નથી કે જેની તમે શોધ કરી હોય; નૈતિકતાની શોધ થયેલી છે; માનવતા શોધવી પડશે. તમે ફક્ત એ વસ્તુ કે બાબત શોધી શકો છો જે પહેલેથી જ અસ્તિત્ત્વમાં છે; પરંતુ તમે આવિષ્કાર કંઈપણ વસ્તુ કે બાબતનો કરી શકો છો.
ઈતિહાસના જુદા જુદા સમયે અને ભૂગોળના જુદા જુદા સ્થળોએ અલગ અલગ નૈતિકતા રહી છે. તમારી દાદી જે બાબત એકદમ અનૈતિક હોવાનું વિચારતા હતા, તે આજે તમે બેશરમીથી કરી રહ્યા છો. એવું જ છે ને? તેથી નૈતિકતા હંમેશા સમય અને પરિસ્થિતિ અનુસાર વ્યક્તિએ વ્યક્તિએ અલગ પડે છે. નૈતિક કે અનૈતિક શું છે તે અંગે એક પેઢી અને બીજી પેઢી વચ્ચે હંમેશા ભારે દલીલો થતી રહે છે.
દરેક ઘરમાં લડાઈ ચાલી રહી છે. પરંતુ માનવતા વિશે ક્યારેય દલીલ થઈ નથી. જ્યાં પણ માનવતાને તેની અભિવ્યક્તિ મળી છે, ઇતિહાસમાં કોઈપણ સમયે અથવા ભૂગોળના કોઈપણ સ્થળે હંમેશા સમાન રહી છે. પાટી ઉપર, આપણા મૂલ્યો, નૈતિકતા અને નીતિશાસ્ત્રમાં, આપણામાંના દરેક કદાચ અલગ છે; પરંતુ જો તમે જાણતા હો કે કોઈ વ્યક્તિની માનવતા બહાર લાવવા માટે તેને કેવી રીતે પ્રેરિત કરવી કે ઉશ્કેરવી, તો આપણામાંના દરેક એક સમાન રીતે જ વર્તશે.
નૈતિકતા લાદવા માટે, તમારે લોકો સાથે કોઈ રીતે એકાત્મતાની જરૂર નથી; મારે તમને એટલું જ કહેવાનું કે, ‘આવા બનો; સંયમપૂર્વક બોલો, તમે ગુસ્સામાં બોલશો, તો તમે નરકમાં જશો.’ પરંતુ જો તમે કોઈ વ્યક્તિમાં માનવતા જગાવવા માંગતા હો, તો એ બાબત વધારે એકાત્મતા માંગી લે છે; તમારે તમારી જાતને આપવી પડશે. અન્યથા તે થશે નહીં. તેમછતાં એ યથાયોગ્ય છે, કારણ કે નૈતિકતા સામાજિક વ્યવસ્થા લાવી શકે છે પરંતુ તે આંતરિક પાયમાલીનું કારણ બની શકે છે. નૈતિકતા થોડા સમય માટે સામાજિક વ્યવસ્થાની ભાવના લાવે છે પરંતુ તે માણસને નષ્ટ કરે છે.
માનવતા પણ સામાજિક વ્યવસ્થા લાવશે, પરંતુ કોઈપણ ફરજિયાતપણાના અમલ વિના, થોડી અસ્તવ્યસ્ત રીતે હોઈ શકે છે; તે મનુષ્યને સુંદર બનાવશે. તે સૌથી મહત્વપૂર્ણ છે; ખરૂં ને? જો માનવતા મહોરે અને ભરપૂર વહે, તો દેવત્વ એ પછીનો કુદરતી ક્રમ હશે. તમે તમારી માનવતાને તમારી અંદર ભરપૂર વહેવા દેશો, તો જ દેવતા મહોરશે. માનવતાની સમૃદ્ધિ વિના, દેવત્વ આવી શકતું નથી, પછી ભલે તમે ગમે તે કરો. નૈતિકતા ક્યારેય દિવ્યતા લાવી નથી, પરંતુ તે અપરાધ, શરમ અને ડર લાવી છે, કારણ કે જે પ્રકારની નૈતિકતા નક્કી કરવામાં આવી છે તેને કોઈ બરાબર અનુસરી શકતું નથી.
દુનિયાના મોટા ધર્મો જેને પાપ કહે છે તે તમામ બાબતોની યાદી બનાવો. પછી તમે જોશો, જીવવું એ પાપ બની રહે છે. તમે જે કંઈ કરો તે પાપ બની રહે છે. તમારો જન્મ જ પાપ છે. જીવનની પ્રક્રિયા જ પાપ હોવાનું માનવામાં આવતું હોવાથી, તમે હંમેશા દોષિત અને ભયભીતતા અનુભવો છો. જો તમારી માનવતા પૂરજોશમાં વહેતી હોય તો તમારે નૈતિકતાની જરૂર નથી. ફક્ત એટલા માટે કે ઘણી બધી રીતે તમે પોતાની માનવતાને દબાવી શકો છો, તમારે સારા બનવા માટે નૈતિકતાની જરૂર છે.
– Isha Foundation

LEAVE A REPLY