(ANI Photo)
લોનની ચુકવણી ન કરવા બદલ ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં કેટલીક મિલકત મુંબઈની બેંકઓ સીલ કરી છે, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાહજહાંપુર શાખાના મેનેજર મનીષ વર્માએ જણાવ્યું હતું કે અભિનેતાએ તેના વતન જિલ્લામાં તેની મિલકત ગીરો મૂકીને બેંકની મુંબઈ શાખામાંથી લોન લીધી હતી.
અભિનેતાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે યાદવે 2005માં તેમના માતા-પિતાના નામે ‘નવરંગ ગોદાવરી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ’ નામનું પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું હતું અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ શાખામાંથી ₹5 કરોડની લોન લીધી હતી.  મિલકત સીલ કરાઈ ત્યારે તેના માથે રૂ.11 કરોડની લોન બાકી હતી. શરૂઆતના દિવસોથી જ તેમના થિયેટર ગુરુ, જરીફ મલિકે જણાવ્યું હતું કે પુરસ્કાર વિજેતા અભિનેતા શાહજહાંપુર જિલ્લાના કુંડા ગામના વતની છે અને દર વર્ષે ઓછામાં ઓછા એક વખત આ સ્થળની મુલાકાત લે છે.

LEAVE A REPLY