અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેમની પુત્રી સાથે (ANI Photo)
જ્યારથી રીલાયન્સ પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે ઐશ્વર્યા રાય અને આરાધ્યા, બચ્ચન પરિવારની સાથે એક ફોટોમાં જોવા ન મળ્યાં ત્યારથી તેમની વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોય તેવી અફવા ઉડી રહી છે. આ લગ્ન પ્રસંગ દરમિયાન તેમના ડિવોર્સ અને ગ્રે ડિવોર્સ જેવી ચર્ચાઓ વધુ થતી હતી. તેમની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ અને દરેક નિવેદનને આ વાત સાથે જોડવામાં આવતું હતું.
કેટલાંક મીડિયા રીપોર્ટસમાં ઐશ્વર્યા અને અભિષેક અલગ થઈ ચૂક્યા હોવાના દાવા પણ કરવામાં આવતા હતા. અંતે આ બાબતે અભિષેક બચ્ચને મૌન તોડ્યું છે. તેણે આ મુદ્દે પ્રથમવાર નિવેદન આપ્યું છે. એક ઇન્ટર્વ્યૂમાં અભિષેકે પોતાની વેડિંગ રીંગ બતાવીને કહ્યું છે કે,“હું હજુ પરિણીત છું. આ અંગે હું તમને બધાને કશું જ કહેવા ઇચ્છતો નથી. ઘણી દુઃખદ વાત છે કે તમે બધાએ આ બાબતને વધારે મોટી કરી દીધી છે. હું સમજું છું કે તમે આવું કેમ કરો છો. તમારે પણ કેટલીક સ્ટોરી ફાઇલ કરવાની હોય છે. ઠીક છે, અમે સેલેબ્રિટીઝ છીએ, એટલે અમારે ભોગવવું જ પડશે.”
પહેલાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવારની અલગ એન્ટ્રી અને પછી સોશિયલ મીડિયા પર અભિષેકે ડિવોર્સને લગતી એક પોસ્ટ લાઇક કરી હતી, ત્યાર પછી આ ચર્ચાઓને લોકો હકીકત સમજતા હતા.
અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ લાઇક કરેલી, તેમાં લખેલું હતું કે, “ઘણીવાર જીવન એવા વળાંકો નથી લેતું, જેવા આપણને આશા હોય. પરંતુ જ્યારે દસકાઓ સાથે રહ્યા પછી લોકો અલગ થાય તે સ્થિતિ સાથે તેઓ કઈ રીતે કામ લે, જીવનમાં ઘણા લાંબા સમય સુધી નાની કે મોટી બાબતોમાં એકબીજા પર આધારીત થઈ ગયા પછી આ કઈ રીતે શક્ય બને? આ બંધન તેઓ કઈ રીતે તોડી શકે અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે? આવા ઘણા પ્રશ્નો આ સ્ટોરીમાં સમાયેલાં છે. જોગાનુજોગ, અત્યારે વૈશ્વિક સ્તરે 50ની ઉમર પછી લેવાતા છૂટાછેડા જેને ‘ગ્રે ડિવોર્સ’ કહેવાય છે કે ‘સિલ્વર સ્પ્લિટર્સ’ કહેવાય છે તે રીતે લગ્નમાં અલગ થવાનું પ્રમાણ વધી ગયું છે. તેની પાછળ ઘણા કારણો રહેલાં છે, પરંતુ તે ચોંકાવનારા નથી.”
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 2007માં થયા હતાં. ત્યાર પછી 2011માં તેમની દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. તેમની 17મી એનિવર્સરીના દિવસે ઐશ્વર્યાએ તેની સગાઈ વખતનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેની સાથે કંઈ લખવાને બદલે કેટલાંક ઇમોજી મૂક્યા હતા

LEAVE A REPLY