(ANI Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ગુજરાતના અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી આપી હતી. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પહેલા ભાજપ શાસિત રાજ્યમાં હાલમાં આવી ત્રિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે.

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરાટનગર ઓફિસથી યાત્રાને લીલી ઝંડી આપી હતી.આ યાત્રામાં શાળાના શિક્ષકો અને વિવિધ દળોના કર્મચારીઓ સહિત સહભાગીઓ દ્વારા 2,151 ફૂટ લાંબો ત્રિરંગો દર્શાવવામાં આવ્યો હતો.

અગાઉ રાજકોટ અને સુરતમાં પાર્ટીના પ્રમુખ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાની હાજરીમાં આવી યાત્રાઓ કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના ગુજરાત એકમના વડા અને કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે હાજરી આપી હતી.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રાનો હેતુ ભારતભરના યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો છે. હું દરેકને વિનંતી કરું છું કે 15 ઓગસ્ટે ગુજરાતમાં એક પણ ઘર આપણા રાષ્ટ્રધ્વજ વગરનું ન હોવું જોઈએ. આગામી 25 વર્ષ આપણા ‘અમૃત કાલ’ને ચિહ્નિત કરે છે, તે સમયગાળો જ્યાં યુવાનોએ ભારતને વિશ્વ મંચ પર ટોચ પર લઈ જવા માટે એક થવું જોઈએ.

 

 

 

 

 

LEAVE A REPLY