અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરોન સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે ​​ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરનને મળ્યાં હતાં. કેમરન ચેવેનિંગ-અદાણી AI શિષ્યવૃત્તિના વિજેતાઓને પણ મળ્યા હતાં. આ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપને આધારે યુકેની અગ્રણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જશે.
અદાણીએ આ અંગેની પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરનની યજમાની કરવા બદલ હું સન્માનિત છું. સતત વિકસતા વૈશ્વિક લેન્ડસ્કેપ પરના તેમના સ્પષ્ટ, સમજદાર મંતવ્યો ખરેખર મનમોહક છે! તેઓ ચેવેનિંગ-અદાણી AI શિષ્યવૃત્તિ પુરસ્કાર વિજેતાઓની બીજી બેચને પણ મળ્યાં હતા, જે પ્રેરણાદાયી છે.
ચેવેનિંગ-અદાણી શિષ્યવૃત્તિ  યુકેની કોઈપણ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષયમાં એક વર્ષની માસ્ટર ડિગ્રી માટેની સ્કોલરશીપ છે. આ કોર્સ દ્વારા લાભાર્થીઓને યુનાઇટેડ કિંગડમની વિવિધ સંસ્કૃતિનું અન્વેષણ કરવા મળે છે. તે એવા વિદ્યાર્થીઓને વિશિષ્ટ નેટવર્કિંગ તકો પણ પૂરી પાડે છે જે સમુદાયનો ભાગ હશે.

LEAVE A REPLY