જય ભાનુશાલી (ANI Photo)
ટીવી સીરિયલ્સમાં અભિનય આપનારા કલાકારોને હંમેશા ફિલ્મોમાં કરવાની ઇચ્છા હોય અને તેમનું સ્વપ્ન પણ હોય છે. પરંતુ કેટલાક કલાકારો એવા પણ જેઓ બોલીવૂડમાં ગયા હતા અને ત્યાં નિષ્ફળ જતાં ટેલીવિઝન ક્ષેત્રમાં નસીબ અજમાવવામાં આવ્યા અને સફળ પણ થયા. થોડા એવા પણ કલાકારો છે જેઓ માને છે કે, બોલીવૂડમાં જઇને કારકિર્દીમાં મોટી ભૂલ કરી હતી, ત્યાં તેઓ નિષ્ફળ જતાં તેમના ચાહકો પણ નારાજ થયા હતા તેવું કહેવાય છે. અહીં એવા કલાકારોની કહાની છે જેમણે ફિલ્મોના બદલે નાના પડદે સફળતાના શિખર પર પહોંચ્યા છે.
કરણસિંહ ગ્રોવર
ટીવી ક્ષેત્રે કરણસિંહ ગ્રોવરે, ડો. અરમાન મલિકની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પરંતુ તે બોલીવૂડમાં પોતાની ઓળખ બનાવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે અલોન ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તે ફિલ્મને દર્શકોએ સ્વીકારી નહોતી પરંતુ એકસમયની હોટ હીરોઇન બિપાશા બાસુ તેની જીવનસાથી બની ગઇ હતી. હવે તેમને એક દીકરી પણ છે. કરણની અન્ય બે ફિલ્મો પણ ફ્લોપ ગઇ હતી.
આમના શરીફ
જાણીતી અભિનેત્રી આમના શરીફે રાજીવ ખંડેલવાલ સાથેની કહીં તો હોગા થી ટેલીવિઝન ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. આ શો અને આમના શરીફ બંને સફળ થયા હતા. ત્યાર પછી આમના શરીફે ટીવીને અલવિદા કહીને બોલીવૂડમાં નસીબ અજમાવ્યું હતું. તેણે એક વર્ષમાં જ બે ફિલ્મો કરી હતી અને તે બન્નેમાં આફતાબ શિવદાસાની સાથે હતી. પરંતુ બંનેમાંથી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ શકી નહીં. આથી આમનાનું બોલીવૂડનું સ્વપ્ન અધુરું રહ્યું હતું.
જય ભાનુશાલી
જય ભાનુશાલીએ અભિનેતા અને રીઆલિટી શોમાં એન્કર તરીકે લોકપ્રિયતા મેળવી છે. આ પછી તેણ હેટ સ્ટોરી ટુ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું અને દેસી કટ્ટે અને એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બંને ફ્લોપ ગઇ હતી.
કરણ વાહી
રીમિક્સ અભિનેતા તરીકે જાણીતા કરણ વાહી યુવાનોમાં લોકપ્રિય હતો. 2014માં તેણે દાવત-એ-ઇશ્કમાં સહાયક ભૂમિકા સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં કેમિયો કર્યા પછી તેણે હેટ સ્ટોરી-4માં કામ કર્યું પરંતુ તે બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હતી. કરણ વાહી હવે એક એવી ભૂમિકાની રાહ જોઇ રહ્યો છે, જેના દ્વારા તે પોતાની અભિનય ક્ષમતા દેખાડી શકશે.
ગુરુમીત ચૌધરી
ગુરમીતે ટીવી શો ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દર્શકોમાં પોતાનું અનોખું સ્થાન મેળવ્યું હતું. આ પછી તેને ‘ગીત હુઈ સબસે પરાઈ’માં માનસિંહ ખુરાનાની ભૂમિકા ભજવી હતી. તે કૃતિકા સેંગર સાથે ‘પુનર્વિવાહ’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય ગુરમીત રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 6’ અને ‘ખતરોં કે ખિલાડી 5’નો પણ ભાગ રહી ચૂક્યો છે. તેણે ખામોંશિયા, પલટન, ધ વાઇફ જેવી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું.
મનીષ પોલ
શોના સંચાલક તરીકે સફળ થયેલા મનીષ પોલે મિકી વાયરલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવીને બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેણે તેરે બિન લાદેન ટુમાં કામ કર્યું હતું. પરંતુ બંને ફિલ્મોના પાત્રને તે ન્યાય આપી શક્યો નહીં અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી.
કપિલ શર્મા
જાણીતા કોમેડિયન કપિલ શર્માએ બોલીવૂડમાં 2015માં કિસ કિસ કો પ્યાર કરું… ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ટેલિવિઝનની તેની લોકપ્રિયતાને તે મોટા પડદે સાબિત શક્યો નહીં અને તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી. આ પછી પણ તેણે પોતાની હોમ પ્રોડકશન ફિલ્મ ફિરંગીમાં કામ કર્યું, તે પણ સુપર ફ્લોપ ગઇ હતી.
વરુણ સોબતી
વરુણ સોબતીને બોલીવૂડમાં નસીબે સાથ આપ્યો નથી. તેની પ્રથમ ફિલ્મ માઇ અને મિસ્ટર રાઇટ એક ફ્લોપ ગઇ હતી. આ પછી તેણે તુ હૈ મેરા સંડે માં પણ ફરી તક મળી હતી પરંતુ તે ફિલ્મ પણ નિષ્ફળ ગઇ હતી. જોકે, તે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર ફરી ટેલિવિઝનના ક્ષેત્રે આગળ વધ્યો છે.
રણવિજય સિંઘ
રણવિજય સિંઘ ટીવી ક્ષેત્રે પર સફળ થયા પછી તેણે બોલીવૂડમાં ટોસઃ એ ફ્લિપ વિથ ડેસ્ટિની ફિલ્મ દ્વારા બોલીવૂડમાં નસીબ અજમાવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગઇ હતી. તેણે લંડનડ્રીમ્સ અને એકશન રીપ્લે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે ફિલ્મોમા મહત્વની ભૂમિકાઓ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો.
અનિતા હંસનંદાની રેડ્ડી
અનિતા હંસનંદાની રેડ્ડી ટેલીવિઝનની એક સફળ અભનેત્રીઓમાં સ્થાન ધરાવતી હતી. પરંતુ પછીથી તેણે કૃષ્ણા કોટેજ અને કુછ તો હૈમાં કામ કર્યું હતું પરંતુ દર્શકોએ તેને સિનેમાના પડદે સ્વીકારી નથી.

LEAVE A REPLY