(ANI Photo/ Sukumaran)

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ગુરુવાર, 8 ઓગસ્ટે બ્રાન્ઝ મેડલ જીત્યો હતો. ત્રણ વર્ષ પહેલા ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભારતીય ટીમને દેશની રાષ્ટ્રીય રમતમાં બ્રાન્ઝ મેડલ મળ્યો હતો. આમ બાવન વર્ષમાં પ્રથમ પ્રથમ વખત ભારતીય ટીમ સતત બે ઓલિમ્પિક મેડલ જીતી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમના વિજય સાથે દેશમાં ચક દે ઇન્ડિયાનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાન મોદીએ હોકી ટીમને અભિનંદન આપ્યાં હતાં.

છેલ્લી વખત ભારતે 1968 અને 1972માં ઓલિમ્પિકમાં લગાતાર હોકી મેડલ જીત્યા હતાં. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે સ્પેનિશ કેપ્ટન માર્ક મિરાલેસને પેનલ્ટી કોર્નર્સમાં ગોલ કરવા દીધો ન હતો. આ શ્રીજેશની અંતિમ મેચ હતી. ભારતીય ખેલાડીઓ ફુલ ટાઈમ વ્હિસલ પછી શ્રીજેશને ભેટી પડ્યા હતાં અને અને 36 વર્ષીય ખેલાડીને શાનદાર વિદાય આપી હતી.

અગાઉ ભારતની હોકી ટીમે રવિવારે ખૂબ રોમાંચક મેચમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આની સાથે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની શક્યતામાં પણ વધારો થયો હતો. આ અગાઉની મેચમાં ભારતે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય ટીમનો સેમીફાઇનલમાં જર્મની સામે પરાજય થયો હતો.

LEAVE A REPLY