(Photo credit: Wiltshire Police)

દેશભરમાં 1,000થી વધુ દુકાનોમાંથી કપડાની ચોરી કર્યા બાદ ચોરી કરેલ સામાન પરત કરવાના બહાને લગભગ £500,000નું રિફંડ મેળવવાના કેસમાં 54-વર્ષીય શોપલિફ્ટર નરિન્દર કૌરને 10 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે.

હાઈ સ્ટ્રીટ સ્ટોર્સમાં છેતરપિંડી કરવા બદલ કૌરને માર્ચ 2023માં 25 અલગ-અલગ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવી હતી, જેમાં છેતરપિંડી, ફોજદારી મિલકત રાખવા અને ટ્રાન્સફર કરવા અને ન્યાયના માર્ગને વિકૃત કરવાનો સમાવેશ થાય છે.

કૌરને તેણીની ગેરહાજરીમાં સજા સંભળાવતા, ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટના જજ ઇયાન લોરી કેસીએ તેણીને “સંપૂર્ણપણે અપ્રમાણિક વ્યક્તિ” તરીકે વર્ણવી હતી.

તે જે તે સ્ટોર્સમાં ચોરી કરેલા કપડા રસીદ ખોવાઈ ગઈ છે તેમ જણાવી પરત કરી રોકડ રકમ મેળવી લેતી હતી. તેણીએ સોલિહલ, વુસ્ટર, ચેલ્ટનહામ, માલવર્ન, શ્યુઝબરી, કાર્ડિફ, ટ્રોબ્રીજ, રીડિંગ અને યુલેવ સહિત અન્ય સ્થળોએથી ચોરી કરી હતી. તેણે બુટસ, ડેબેનહામ્સ, હોમબેઝ, જોન લુઇસ, હાઉસ ઓફ ફ્રેઝર, મોનસૂન, એમ એન્ડ એસ અને ટીકે મેક્સને લક્ષ્ય બનાવીને કપટપૂર્ણ રિફંડમાં હજારો પાઉન્ડ્સ મેળવ્યા હતા.

કૌરે દુકાનો, બેંકો, સોલિસિટર અને કોર્ટને પણ છેતર્ય હતા. તેણીએ જુલાઈ 2015 અને ફેબ્રુઆરી 2019 વચ્ચે એક હજારથી વધુ વખત વિવિધ રિટેલર્સ સાથે છેતરપિંડી કરી હતી.

કૌરે ધરપકડ બાદ કોર્ટમાં જૂઠું બોલીને દોષિત ઠરાવામાંથી બચવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા જેથી તેણીની જામીનની શરતો હળવી કરી શકાય.

LEAVE A REPLY