Mukesh Ambani is once again Asia's richest man
REUTERS/Niharika Kulkarni

એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી શૂન્ય પગાર મેળવ્યો હતો જ્યારે તેમના બાળકોએ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીના બોર્ડમાં હોવા બદલ ફી અને કમિશન મેળવ્યું હતું.

67 વર્ષીય અંબાણીએ નાણાકીય વર્ષ 2008-09 (એપ્રિલ 2008 થી માર્ચ 2009)થી 2019-20 (FY20) સુધી તેમનું વાર્ષિક મહેનતાણું રૂ.15 કરોડ નક્કી કર્યું હતું અને FY21થી તેમણે કોવિડ-19 રોગચાળાને કારણેજ્યાં સુધી કંપની અને તેના તમામ વ્યવસાયો તેમની કમાણીની સંભાવના પર સંપૂર્ણ રીતે પાછા ન આવે ત્યાં સુધી પોતાનો પગાર છોડી દેવાનું પસંદ કર્યું હતું. USD 109 બિલિયનની નેટવર્થ સાથેઅંબાણી વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે.

અંબાણીના પિતરાઈ ભાઈઓ નિખિલ અને હિતલ મેસવાણીનું મહેનતાણું 2023-24માં અનુક્રમે રૂ. 25.31 કરોડ અને રૂ. 25.42 કરોડ થયું હતું

અંબાણીની પત્ની નીતાએ 2023-24 માટે બેઠક ફી તરીકે રૂ.2 લાખ અને અન્ય રૂ.97 લાખ કમિશન મેળવ્યું હતું.તેમના ત્રણ સંતાનો ઈશાઆકાશ અને અનંતની ગયા વર્ષે ઑક્ટોબરમાં શૂન્ય પગારે બોર્ડમાં નિયુક્તી કરાઈ હતી. તેમને સિટિંગ ફી તરીકે પ્રત્યેકને 4 લાખ રૂપિયા અને કમિશન તરીકે 97 લાખ રૂપિયા મળ્યા હતા.

LEAVE A REPLY