(ANI Photo/DD Sports Grab)

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક જીતાડવાની આશા રાખતી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ફાઈનલના કલાકો પહેલા ઈવેન્ટમાંથી ગેરલાયક ઠેરવવામાં આવતા લાખ્ખો ભારતીય ચાહકોને આંચકો લાગ્યો હતો. 50-કિલો કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા માટે તેનું વજન માત્ર 100 ગ્રામ વધારે હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને અયોગ્યતા સામે અપીલ કરવા માટે તમામ વિકલ્પો શોધવા વિનંતી કરી હતી.

માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને સ્પર્ધામાંથી સંપૂર્ણપણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ કેટેગરીમાં ભાગ લઈ રહી હતી અને છેક ફાઇનલમાં પહોંચી હતી. જોકે અંતિમ ઈવેન્ટ માટે મર્યાદાથી વધુ વજનને કારણે તેને બહાર કરાઈ હતી. બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સામે ફાઇનલ મેચ થવાની હતી. નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં હોય. આ પછી 50 કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે

વિનેશ સામાન્ય રીતે 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લે છે, પરંતુ પેરિસ ઓલિમ્પિક માટે તેને તેનું વજન ઘટાડીને 50 કિગ્રા કર્યું હતું.આ મામલે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અપીલ દાખલ કરી હતી.

વિનેશે 50 કિગ્રાનું ઇચ્છિત વજન રાખવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા. તેને ભોજન છોડ્યું હતું અથવા દોડી હતી. તે આખી રાત ઊંઘી ન હતી. ભારતીય અધિકારીઓએ પણ ઓલિમ્પિક સમિતિ પાસે વધુ સમય માંગ્યો પરંતુ પ્રયાસો નિરર્થક ગયા હતાં.

અગાઉ વિનેશે ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ, ભાગ્યમાં તેના માટે કંઈક બીજું જ લખાયું હતું. ભારતીય કોચે ખુલાસો કર્યો હતો કે બુધવારે સવારે વિનેશનું વજન માત્ર 100 ગ્રામ જેટલું વધારે હતું. માર્જિન નાનું હોવા છતાં, નિયમોમાં અપવાદની મંજૂરી મળતી નથી.
એક ભારતીય કોચે જણાવ્યું હતું કે આજે સવારે તેનું વજન 100 ગ્રામથી વધુ હોવાનું જણાયું હતું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

LEAVE A REPLY