ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના નિષ્ફળ ટેકઓવર બિડ પછી વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સ પુનરાગમન કર્યુ છે. કંપનીએ 30 જૂનના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરમાં $86 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના $70 મિલિયન કરતાં 22.8 ટકાનો વધારો દર્શાવે છે.

વિન્ધામની વૈશ્વિક પાઈપલાઈનમાં જોઈએ તો એકલા અમેરિકામાં જ 5 ટકાના વધારા સાથે વાર્ષિક ધોરણે 7 ટકાના દરે વૃદ્ધિ પામી છે. તેની ચોખ્ખી આવકમાં વધારો ઊંચા કાર્યકારી નફાના પગલે થયો હતો, તેમા એક પરિબળ સ્પિન-ઓફ મેટરનું રિવર્સલ અને નીચા અસરકારક ટેક્સ દરનો લાભ પણ હતુ, જે વિન્ધામે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વિન્ધામના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યોફ બેલોટીએ જણાવ્યું હતું કે, “અમારા બિઝનેસ મોડલની સ્થિતિસ્થાપકતા અને અત્યંત રોકડ જનરેટિવ પ્રકૃતિ આ ક્વાર્ટરમાં ફરી એકવાર જોવા મળી હતી.” “સામાન્ય થતા ઘરેલું RevPAR વાતાવરણ વચ્ચે, અમે નેટ રૂમ અને આનુષંગિક ફી વૃદ્ધિ દ્વારા સંચાલિત મજબૂત એડજસ્ટેડ EBITDA મેળવવામાં સફળતા મેળવી છે. અમે સ્થાનિક સ્તરે 33 ટકા વધુ હોટેલ કોન્ટ્રાક્ટ્સ આપ્યા, જેણે અમારી ડેવલપમેન્ટ પાઇપલાઇનને રેકોર્ડ 245,000 રૂમ સુધી પહોંચાડી, અને અમારા અમેરિકાના, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક રોયલ્ટી દરોમાં ઊંચે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. અમે શેરધારકોને $250 મિલિયનથી વધુ પરત કર્યા છે, જે આ વર્ષે અમારી શરૂઆતના માર્કેટ કેપિટલાઇઝેશનના 4 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.”

 

LEAVE A REPLY