2022માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’માં બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા તેની સિક્વલ ‘ફક્ત પુરૂષો માટે’નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં, ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ આપી છે.
યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા. આરતી પટેલે આ ફિલ્મમાં અભિનય કર્યો છે. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે. તેમની અગાઉની ફિલ્મ ‘ત્રણ એક્કા’ (2023) પણ ધમાકેદાર હિટ રહી હતી. આનંદ પંડિત જણાવે છે, ‘ફક્ત મહિલાઓ માટે ‘ની જેમ, એની સિક્વલમાં પણ રેલેવન્ટ મુદ્દાઓને હળવાશથી દર્શાવવામાં આવ્યા છે. જેન્ડર ઇક્વાલિટી અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃસત્તાને અપનાવે છે.”
વૈશલ શાહ કહે છે, “કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત ‘ફક્ત મહિલાઓ માટે’ની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે, પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે. અમે ઇચ્છીએ છીએ કે દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેઈનરના સાક્ષી બને. એક મેસેજ સાથે આ ફિલ્મ થીયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે.”