(ANI Photo)
બોલીવૂડમાં પોતાનું અનોખું સ્થાન બનાવનાર રાજકુમાર રાવ હવે તેની નવી ફિલ્મ ‘માલિક’ દ્વારા એક્શનના ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે. રાજકુમારને આપણે એક્શન ફિલ્મોમાં ખાસ જોયો નથી. ‘ભક્ષક’થી જાણીતા થયેલા દિગ્દર્શક પુલકિતની ફિલ્મનું શૂટીંગ સપ્ટેમ્બરમાં લખનઉમાં શરૂ થશે.
રાજકુમારની 14 વર્ષની કારકિર્દીમાં તેણે એક જ વાર 2022માં ‘હિટ: ધી ફર્સ્ટ કેસ’ નામની એક્શન થ્રિલર ફિલ્મ કરી હતી. જોકે, આ ફિલ્મ સફળ થઇ નહીં એટલે લોકોના નજરમાં આવી નહીં. નવો દિગ્દર્શક કલાકારના અજાણ્યાં કે ઓછા જાણીતાં પાસાંને શોધીને રજૂ કરતા હોય છે. પુલકિત એટલે જ રાજકુમારને એક નવા સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે. આ ફિલ્મ ઇમોશનલ અને મનોરંજક હોવાની, પણ રાજકુમારે સ્ટન્ટ કરવા માટે શારીરિક તાલીમ લેવાની જરૂર પડશે. તેણે આ ભૂમિકા માટે પોતાનું શરીર કસવું પડશે.
રાજકુમારે તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ‘માલિક’માં રાજકુમારની અભિનેત્રી મેધા શંકર છે. મેધાને આપણે ‘બારહવી ફેઈલ’માં જોઈ છે. ‘માલિક’માં મેધાની ભૂમિકા સૌમ્ય, બુદ્ધિશાળી અને સંવેદનશીલ યુવતીનો છે, જે રાજકુમારના પાત્રને યોગ્ય રીતે સંતુલિત કરે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પુલકિતે જ લખી છે. વાર્તાની શરૂઆત લખનઉ અને બનારસમાં થાય છે. અહીં તેઓ ત્રણ મહિનાનું શૂટિંગ એકસાથે કરવામાં આવશે. આવતા મહિને રાજકુમારની નવી હોરર કોમેડી ‘સ્ત્રી-ટુ’ ફિલ્મ રીલીઝ થઇ રહી છે. આ ઉપરાંત રાજકુમારની ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તે તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે.

LEAVE A REPLY